(N/A) વાહકમાં વિદ્યુતભારના વહનને અવરોધવાના ગુણધર્મને વિદ્યુત અવરોધ કહે છે.
ઓમના નિયમ મુજબ,$R = \frac{V}{I}$. તેનો $SI$ એકમ $\frac{\text{Volt}}{\text{Ampere}} = \text{ohm} (\Omega)$ છે. તેનું પારિમાણિક સૂત્ર $[M^1 L^2 T^{-3} A^{-2}]$ છે.
અવરોધ નીચેના પરિબળો પર આધાર રાખે છે:
$1$. વાહકની લંબાઈ $(l)$: $R \propto l$
$2$. વાહકનું આડછેદનું ક્ષેત્રફળ $(A)$: $R \propto \frac{1}{A}$
$3$. દ્રવ્યની જાત (વિશિષ્ટ અવરોધ,$\rho$)
$4$. વાહકનું તાપમાન
આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ $l$ લંબાઈ અને $A$ ક્ષેત્રફળ ધરાવતો વાહક ધ્યાનમાં લો.
આવા બે સમાન લંબચોરસ બ્લોક આકૃતિ $(b)$ માં દર્શાવ્યા છે. અહીં,સંયોજનની કુલ લંબાઈ $2l$ થશે.
બ્લોકના સંયોજનમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ દરેક બ્લોકમાંથી વહેતા પ્રવાહ જેટલો જ હશે. તેથી,દરેક બ્લોકના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ રહેશે. તેથી,સંયોજનના બે છેડા વચ્ચેનો કુલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2V$ થશે. ધારો કે બ્લોક્સના સંયોજનનો અવરોધ $R_C$ છે,તો ઓમના નિયમ મુજબ:
$R_C = \frac{2V}{I} = 2R$
અહીં $\frac{V}{I} = R$ એ દરેક બ્લોકનો અવરોધ છે,તેથી વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં છે $(R \propto l)$.