(N/A) સ્થાનાંતર: કોઈપણ ક્ષણે દોલક (સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ) નું તેના સંતુલન (સ્થિર અથવા સંદર્ભ) સ્થાનથી અંતરને તે ક્ષણે દોલકનું સ્થાનાંતર કહેવામાં આવે છે.
સંતુલન બિંદુની એક બાજુએ સ્થાનાંતર ધન અને બીજી બાજુએ ઋણ ગણવામાં આવે છે. ટૂંકમાં,સ્થાનાંતર શૂન્ય,ધન અને ઋણ મૂલ્યો ધરાવી શકે છે.
સ્થાનાંતર એટલે વિચારણા હેઠળની કોઈપણ ભૌતિક રાશિમાં સમય સાથે થતો ફેરફાર. તેના ઉદાહરણો નીચે મુજબ છે:
$(1)$ સપાટી પર સ્ટીલના દડાની સુરેખ ગતિના કિસ્સામાં,સમયના વિધેય તરીકે શરૂઆતના બિંદુથી અંતર એ તેનું સ્થાન સ્થાનાંતર છે. ઉગમબિંદુની પસંદગી એ અનુકૂળતાની બાબત છે.
$(2)$ આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ,એક સ્પ્રિંગ સાથે જોડાયેલ $m$ દળનો બ્લોક ધ્યાનમાં લો,જેનો બીજો છેડો એક મજબૂત દીવાલ સાથે જોડાયેલ છે. બ્લોક ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે છે. બ્લોકની ગતિને દીવાલથી તેના અંતર અથવા સ્થાનાંતર $x$ ના સંદર્ભમાં વર્ણવી શકાય છે.