ઍરોફોઇલ એટલે શું? એરોફોઈલ સમજાવો .

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં એક એરોફોઈલ દર્શાવેલ છે તે એક વિશિષ્ટ આકારનો ધન પદાર્થ છે. તેની હવામાં થતી સમક્ષિતિજ ગતિને લીધે તેના પર ઊર્ધ્વદિશામાં બળ લાગે છે.

વિમાનની પાંખોનો આડછેદ એરોફોઈલના જેવો લગભગ દેખાય છે. તેની આસપાસની ધારારેખાઓ પણ આકૃતિમાં દર્શાવે છે.

એરોફોઈલ પવનની સામે ગતિ કરે છે ત્યારે વહનની દિશાની સાપેક્ષે પાંખનું નમન $(Orientation)$ પાંખની ઉપરના ભાગની ધારારેખાઓને નીચેના ભાગની ધારારેખાઓ કરતાં વધારે ગીચ બનાવે છે. તેથી ઉપરના ભાગની હવાની ઝડપ નીચેના ભાગમાંના વહનની ઝડપ કરતા વધુ હોય છે.

પરિણામે એરોફોઈલ પર નીચેના ભાગની હવાનું દબાણ ઉપરના ભાગની હવાના દબાણ કરતા વધી. જતાં પાંખો પર ઊર્ધ્વદિશામાં બળ લાગે છે.

આ ડાયનેમિક લિફટ વિમાનના વજનને સમતોલે છે.

Similar Questions

સ્થાયી, અદબનીય, અચક્રિય, અસ્થાન તરલ પ્રવાહ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.

મેગ્નસ અસર એ શું છે ?

વેન્ચ્યુરી મીટરના સિદ્ધાંતના ઉપયોગો કરીને કાર્બોરેટર અને સ્પ્રે પમ્પનું કાર્ય સમજાવો.

વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.

  • [NEET 2023]

તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)

  • [JEE MAIN 2014]