વેન્ચ્યુરી મીટરના સિદ્ધાંતના ઉપયોગો કરીને કાર્બોરેટર અને સ્પ્રે પમ્પનું કાર્ય સમજાવો.
ઑટોમોબાઈલના કાબ્યુરેટરમાં એક વેન્યુરી ચેનલ હોય છે. જેમાં થઈને હવા વધારે ઝડપથી વહન પામે છે. સાંકડા વિભાગ પાસે હવાનો વેગ વધે છે, દબાણ ધટે છે તેથી પેટ્રોલ ખેંચાઈને આવે છે. દહન માટે જરૂરી હવા અને બળતણનું યોગ્ય મિશ્રણ ચેમ્બરમાં મળી રહે છે.
ફિલ્ટર પંપ, બન્સન બર્નર, એટમાઈઝર, પરફ્યુમ્સ અને જંતુનાશકોના છંટકાવ માટેના સ્પ્રેયર્સ (જુઓ આકૃતિ) આ જ સિદ્ધાંત પ૨ કાર્ય કરે છે.
સ્પ્રેપંપમાં પિસ્ટનને ધક્કો મારતાં પંપના કાણાંમાંથી વધુ ઝડપે હવા બહાર આવે છે, આથી કાણાં પાસે દબાણ ધટે છે અને પ્રવાહી સાંકડી નળીમાંથી ઉપર તરફ ખેંચાઈ આવે છે અને હવા સાથે પ્રવાહીનો છંટકાવ થાય છે.
બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો.
$1.2\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ $150\,ms^{-1}$ અને $100\,ms^{-1}$ છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ $Nm^{-2}$ હશે?
અરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપરની સપાટી પર હવાની ઝડપ $60 \,m / s$ અને તળિયાની સપાટી નીચે તે $45 \,m / s$ છે. જો હવાની ઘનતા $1.293 \,kg / m ^3$ છે તો દબાણનો તફાવત ............ $N/m^2$ છે
$8\times 10^{-3}\;m$ વ્યાસવાળા નળમાંથી પાણી સતત રીતે વહે છે. નળમાંથી બહાર નીકળતી વખતે પાહીનો વેગ $0.4\; ms ^{-1}$ છે. નળની નીચે $2 \times 10^{-1}\; m$ અંતરે પાણીના પ્રવાહનો વ્યાસ ($\times 10^{-3}\;m$ માં) કેટલો હશે?
જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય છે ? તે જણાવો ?