બે પથ્થરોના દ્રવ્યમાન $m $ અને $ 2m$ છે. ભારે પથ્થરને $\frac{r}{2}$ ત્રિજયાના તથા હલકા પથ્થરને $r$ ત્રિજયાના વર્તુળાકાર સમક્ષિતિજ માર્ગ પર ભ્રમણ કરાવવામાં આવે છે. જયારે આ પથ્થરો પર સમાન કેન્દ્રગામી બળો લાગે ત્યારે હલકા પથ્થરોનો રેખીય વેગ, ભારે પથ્થરોના રેખીય વેગ કરતા $n$ ગણો છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
$1$
$2$
$3$
$4$
એક કાર $R$ ત્રિજયાના વક્ર માર્ગ પર ગતિ કરે છે. માર્ગનો ઢાળ $\theta $ કોણ જેટલો છે. કારના ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક ${\mu _s}$ છે. આ માર્ગ પર મહત્તમ સલામત વેગ કેટલો હશે?
સ્થિર વર્તુળ પર ગતિ કરતા કણનો સ્પર્શીય પ્રવેગ શૂન્ય જ હોય ? ક્યારે શૂન્ય હોય ?
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ ગતિ કરતી સાઇકલના બંને પૈડામાં લાગતું ઘર્ષણ ..... દિશામાં છે.
$(b)$ સંપર્ક સપાટીઓના ........... અને ........ પર ઘર્ષણનો આધાર છે.
$(c)$ ઢાળવાળા, વક્રાકાર રસ્તા પર વાહનને પાર્ક કરવા માટેની જરૂરી શરત ...........
$(d)$ વેગમાનના ફેરફારનો સમયદર ... ભૌતિકરાશિ આપે છે.
સિમેન્ટ, પત્થર અને રેતી ને ભ્રમણ કરતાં નળાકારીય ડ્રમ માં મિશ્ર કરવાથી કોંક્રિટ મિશ્રણ બને છે. જો ડ્રમ ખૂબ જ ઝડપથી ભ્રમણ કરે તો તેમાની સામગ્રી દીવાલ સાથે ચોંટી જાય છે અને સામગ્રી નું યોગ્ય મિશ્રણ બનતું નથી. તો યોગ્ય મિશ્રણ બનાવવા માટે ડ્રમ ની મહત્તમ ભ્રમણ ઝડપ કેટલી હોવી જોઈએ? (ડ્રમની ત્રિજ્યા $1.25\, m$ અને ધરી સમક્ષિતિજ ધારો)
સમક્ષિતિજ વળાંકવાળા માર્ગની વકતાત્રિજ્યા $20$ મીટર છે તથા માર્ગ અને વાહનના ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. આ માર્ગ પર વાહનની સલામત ઝડપ કેટલી ? $(g = 9.8\, ms^{-2})$