સિમેન્ટ, પત્થર અને રેતી ને ભ્રમણ કરતાં નળાકારીય ડ્રમ માં મિશ્ર કરવાથી કોંક્રિટ મિશ્રણ બને છે. જો ડ્રમ ખૂબ જ ઝડપથી ભ્રમણ કરે તો તેમાની સામગ્રી દીવાલ સાથે ચોંટી જાય છે અને સામગ્રી નું યોગ્ય મિશ્રણ બનતું નથી. તો યોગ્ય મિશ્રણ બનાવવા માટે ડ્રમ ની મહત્તમ ભ્રમણ ઝડપ કેટલી હોવી જોઈએ? (ડ્રમની ત્રિજ્યા $1.25\, m$ અને ધરી સમક્ષિતિજ ધારો)
$27.0$
$0.4$
$1.3$
$8.0$
ઢોળાવવાળા રસ્તા પર વાહનનો પાર્ક કરવા જરૂરી શરત લખો.
વાહનની $optimum$ ઝડપે જતાં વાહન પર કયો ઘટક કેન્દ્રગામી બળ પૂરું પાડે છે ?
એક ગ્રામોફોન રેકોર્ડ $\omega $ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકોર્ડના કેન્દ્રથી $r $ અંતરે એક સિકકો મૂકેલો છે. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય $\mu $ છે. સિકકો એ રેકોર્ડની સાથે ભ્રમણ કરશે, જો ........
$15 \;cm$ ત્રિજ્યાની એક તકતી $33 \frac{1}{3}\; rev/min$ (પરિભ્રમણ/મિનિટ)ની ઝડપથી ભ્રમણ કરે છે. રેકોર્ડ (તકતી)ના કેન્દ્રથી બે સિક્કાઓ $4\; cm$ અને $14 \;cm$ દૂર મૂકેલા છે. જો સિક્કા અને રેકોર્ડ વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ હોય, તો કયો સિક્કો રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે ?
એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી $R$ અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક $\mu$ છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે.