બે લાંબા અને સમાંતર સીધા તાર $A$ અને $B$ માંથી સમાન દિશામાં $8.0 \, A$ અને $5.0 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેમની વચ્ચેનું અંતર $4.0 \, cm$ છે. તાર $A$ ના $10 \, cm$ ના ટુકડા પર લાગતું બળ શોધો.

  • A
    $2 \times 10^{-5} \, N$ આકર્ષી
  • B
    $4 \times 10^{-5} \, N$ આકર્ષી
  • C
    $2 \times 10^{-5} \, N$ અપાકર્ષી
  • D
    $4 \times 10^{-5} \, N$ અપાકર્ષી

Explore More

Similar Questions

$r = 0.5 \, m$ ત્રિજ્યા ધરાવતી એક ધાતુની રીંગ,જેનું સમતલ $0.2 \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને લંબ છે,તેમાંથી $I = 100 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. રીંગમાં ઉદ્ભવતું તણાવબળ (ન્યુટનમાં) કેટલું હશે?

એક ચોક્કસ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3.0 \times 10^{-5} \; T$ છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબા સીધા વાહકમાંથી $1 \; A$ નો સ્થાયી પ્રવાહ વહે છે. જ્યારે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને પ્રવાહની દિશા $(a)$ પૂર્વથી પશ્ચિમ; $(b)$ દક્ષિણથી ઉત્તર હોય, ત્યારે તેના પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે?

એક ચોરસ વિદ્યુતપ્રવાહ ધારિત લૂપને લૂપના સમતલમાં કાર્યરત સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. જો લૂપની એક બાજુ પર લાગતું બળ $\overrightarrow{F}$ હોય,તો લૂપની બાકીની ત્રણ બાજુઓ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં ઉપર અને નીચે તાર છે અને ડાબી તથા જમણી બાજુ સમાન સ્પ્રિંગ છે. નીચેના તારનું દળ $10 \, g$ છે અને તેની લંબાઈ $5 \, cm$ છે. તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકે છે. તારના વજન હેઠળ સ્પ્રિંગ $0.5 \, cm$ ખેંચાય છે અને સર્કિટનો કુલ અવરોધ $12 \, \Omega$ છે. જ્યારે નીચેના તારને સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ વધારાની $0.3 \, cm$ ખેંચાય છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં એક વાહક લૂપ $ABCDA$ દર્શાવેલ છે જે તેના સમતલને લંબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ભાગ $ABC$ એ $l$ બાજુની લંબાઈ ધરાવતા ચોરસનો $(3/4)$ ભાગ છે. ભાગ $ADC$ એ $R$ ત્રિજ્યાનો વર્તુળાકાર ચાપ છે. બિંદુઓ $A$ અને $C$ ને એક બેટરી સાથે જોડવામાં આવે છે જે પરિપથમાં $I$ જેટલો પ્રવાહ આપે છે. $B$ ક્ષેત્રને કારણે લૂપ પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo