સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?
$4: 3$
$3: 1$
$2: 3$
$1: 4$
$R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ અને વહેતો પ્રવાહ $I$ છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં $v$ વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ $v$ કેટલો હોવો જોઈએ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $x-$ અક્ષ પર $100\, eV$ ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન $\vec B = (1.5\times10^{-3}T)\hat k$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $S$ આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર $x = 0$ અને $x = 2\, cm$ વચ્ચે પ્રવર્તે છે.$S$ બિંદુથી $8\, cm$ દૂરના પડદા પર $Q$ બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો $P$ અને $Q$ વચ્ચેનું અંતર $d$ .....$cm$ હશે?
$ 2 \times {10^5} $ $m/s$ ના વેગથી ઇલેકટ્રોન ઘન $X$ - દિશામાં ગતિ કરે છે.જો ચુંબકીયક્ષેત્ર $ B = \hat i + 4\hat j - 3\hat k $ હોય,તો તેના પર કેટલું બળ લાગશે?
$\mathrm{e}$ વિધુતભાર અને $\mathrm{m}$ દળનો કણ ${{\rm{\vec E}}}$ અને ${{\rm{\vec B}}}$ જેટલી સમાન તીવ્રતાવાળા વિધુત અને ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે, તો પરિમાણરહિત અને ${\left[ {\rm{T}} \right]^{ - 1}}$ પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ મેળવો.
વિધુતક્ષેત્ર $\vec E = 2\hat i + 3\hat j $ અને ચુંબકીય ક્ષેત્ર $B = 4\hat j + 6\hat k$ માં $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ $P(x=1 ; y=1)$ આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?