સમાન વિદ્યુતભાર ધરાવતા,સમાન ગોળા $A$ અને $B$ વચ્ચે લાગતું અપાકષૅણ બળ $F$ છે.હવે વિદ્યુતભાર રહિત ગોળો $C$ ને $A$ સાથે સંપર્ક કરાવીને ગોળા $A$ અને $B$ ની મધ્યમાં મૂકતાં તેના પર કેટલું બળ લાગે?
$F$
$3F/4$
$F/2$
$F/4$
બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી $2a$ અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર $q_0$ દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે $\frac{a}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
સમાન વિદ્યુતભારિત બે પિચ-બોલ એક જ આધારબિંદુ પરથી સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે.સમતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર $r$ છે.હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઇએ દઢ રીતે બાંઘી દેવામાં આવે છે. આ સમતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર કેટલું થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $q$, $q$ અને $-q$ વિધુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે ?
એક ચોરસનાં ચાર શિરોબિંદુઓ પર $-Q$ વિદ્યુતભાર મૂકેલો છે.અને તેના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકેલો છે. જો તંત્ર સંતુલિત અવસ્થામાં હોય, તો $q$ નું મૂલ્ય કેટલું થાય?
એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?