વિદ્યુતભાર $q$ ને સમાન વિદ્યુતભાર ધરાવતા બે $Q$ વિદ્યુતભારને જોડતી રેખાની મધ્યમાં મૂકવામાં આવે છે. જો ત્રણ વિદ્યુતભારનું તંત્ર સમતોલનમાં રહે જો $q=$
$ - \frac{Q}{2}$
$ - \frac{Q}{4}$
$ + \frac{Q}{4}$
$ + \frac{Q}{2}$
$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગની લંબાઈ પર કુલ $-\mathrm{Q}$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. એક નાના $\mathrm{m}$ દળવાળા કણ પરના $+\mathrm{q}$ પરિક્ષણ વિધુતભારને રિંગના કેન્દ્ર પર મૂકેલો છે અને તેને ધીમેથી રિંગની અક્ષ પર ધક્કો મારવામાં આવે છે.
$(a)$ બતાવો કે વિધુતભારિત કણ સરળ આવર્ત દોલનો કરે છે.
$(b)$ તેનો આવર્તકાળ મેળવો.
$-q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને $+\lambda$ જેટલી રેખીય વિદ્યુતભાર ધનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ___________વડે આપી શકાય.
( $k$ ને કુલંબના અચળાંક તરીકે લો.)
${q_1},{q_2},.......,{q_n}$ વિધુતભારના તંત્રના લીધે ${q_1}$ પર લાગતાં કુલંબ બળનું વ્યાપક સૂત્ર લખો.
કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?
કુલંબનો નિયમ લખો અને કુલંબના અચળાંક $\mathrm{k}$ નું $\mathrm{SI}$ એકમ પદ્ધતિમાં મૂલ્ય લખો.