ત્રણ બિંદુવત વીજભારો $q,-2 q$ અને $2 q , x$-અક્ષ પર $x=0, x=\frac{3}{4} R$ અને $x=R$ અંતરે અનુક્રમે ઉદગમથી મૂકેલા આકૃતિમાં દર્શાવેલ છે. જો $q =2 \times 10^{-6}\,C$ અને $R=2\,cm$ હોય તો $-2 q$ વિદ્યુતભારને અનુભવતું પરિણામી બળ ..........$N$ છે.
$5442$
$5440$
$5448$
$5475$
અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર $2.4 \times 10^{39}$ છે. સમપ્રમાણ અચળાંક $K=\frac{1}{4 \pi \varepsilon_0}$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર લગભગ કેટલો હશે?
(આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર $=1.6 \times 10^{-19}\; C$, ઇલેક્ટ્રોનનું દળ $=9.11 \times 10^{-31}\; kg$, પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\,kg$)
બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા $l$ લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર $x$ કોના સમપ્રમાણમાં હશે?
બે સમાન સૂક્ષ્મ (નાના) ગોળા પર $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર ($Q_1$ $>>$ $Q_2$)આવેલ છે. એકબીજા વચ્ચે લાગતું બળ $F_1$ છે. ગોળાને એકબીજા સાથે સંપર્કમાં લઈને તેટલા જ અંતરે રાખવામાં આવે છે. હવે તેમના વચ્ચે લાગતું બળ $F_2$ છે. તો $F_1/F_2$ ...... હશે.
$0.4 \;\mu \,C$ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા $-0.8 \;\mu \,C$ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ $0.2\; N $ છે. $(a)$ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? $(b)$ બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે?
બે સમાન ત્રિજ્યાના સૂક્ષ્મ વાહક ગોળા પરનો વિદ્યુતભાર $10\ \mu C$ અને $- 20\ \mu C$ છે. જે તેમની વચ્ચે અનુભવાતા બળ $F_1$ થી $R$ અંતરે મૂકેલા છે. જો તેઓ એકબીજાના સંપર્કમાં હોય અને પછી સમાન અંતરે અલગ કરવામાં આવે તો તેઓ વચ્ચે અનુભવાતું બળ $F_2$ છે. તો $F_1$ થી $F_2$ ગુણોત્તર શોધો.