બે સમાન ગોળાઓનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમના વચ્ચે $F$ બળ લાગે છે. જો બે ગોળાની વચ્ચે $+q$ વિદ્યુતભાર વાળો સમાન ગોળો મૂકવામાં આવે તો તે બળ અનુભવે છે અને જેનું મૂલ્ય અને દિશા ...... છે.

  • A

    શૂન્ય દિશા રહિત

  • B

    $8F\, + q$ વિદ્યુતભારની દિશામાં

  • C

    $8F\, - q$ વિદ્યુતભારની દિશામાં

  • D

    $4F\, + q$ વિદ્યુતભારની દિશામાં

Similar Questions

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$ 

હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તે બન્ને વચ્ચે લાગતું કુલંબ બળ $\overrightarrow F $ કેટલું હશે? ($K = \frac{1}{{4\pi {\varepsilon _0}}}$)

  • [AIPMT 2003]

$l$ લંબાઇની રેખા પર $q$, $Q$ અને $4q$ વિદ્યુતભારને એક છેડાથી અનુક્રમે $0,\,\frac {l}{2}$ અને $l$ અંતરે મૂકેલા છે. જો વિજભાર $q$ પર લાગતું બળ શૂન્ય કરવું હોય તો $Q$ વિજભાર કેટલો હોવો જોઈએ?

$1$ $\mu$$C$ અને $5$ $\mu$$C$ ના બે વિદ્યુતભારો $4\, cm$ દૂર આવેલા છે. બંને વિદ્યુતભારો એકબીજા પર લાગતા બળનો ગુણોત્તર....... હશે.

 $2 \,m$ અંતરે રહેલા બે સમાન વિદ્યુતભાર $q$ ધરાવતા બે સ્થિર કણની વચ્ચે એક $1 \,{mg}$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો કણ પડેલો છે. જો મુક્ત વિદ્યુતભારને તેના સમતોલન સ્થાનેથી $x\;(x\, < 1\, {m})$ જેટલું થોડુક સ્થાનાંતર કરવવામાં આવે, તો કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો ${q}^{2}=10\, {C}^{2}$ હોય તો આ દોલનોની કોણીય આવૃતિ $....\,\times 10^{8}\, {rad} / {s}$ થાય.

  • [JEE MAIN 2021]