એક સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર અનુક્રમે $q,q$ અને $-2 q$ જેટલો વિદ્યુતભાર રાખેલ છે. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ $L$ છે. કોઈપણ પ્રકારની પ્રવેગરહિત ગતિ દ્વારા આા ત્રણેય વિદ્યુતભારને એકબીજાથી દૂર કરવા માટે બાહ્ય ચાર્જ દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલું થશે?
$\frac{1}{4 \pi \varepsilon_0} \frac{3 q^2}{L}$
$-\frac{1}{4 \pi \varepsilon_0} \frac{3 q^2}{L}$
$\frac{1}{4 \pi \varepsilon_0} \frac{5 q^2}{L}$
$-\frac{1}{4 \pi \varepsilon_0} \frac{5 q^2}{L}$
જો $H_{2}$ અણુના બેમાંથી એક ઇલેક્ટ્રૉન દૂર કરવામાં આવે તો આપણને હાઈડ્રોજન આણ્વિક આયન $H _{2}^{+}$ મળે. $H _{2}^{+}$ ની ધરાસ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ $1.5\;\mathring A$ છે અને ઇલેક્ટ્રૉન દરેક પ્રોટોનથી લગભગ $1 \;\mathring A$ અંતરે છે. આ તંત્રની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિઊર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો.
આકૃતિમાં કિરણ વડે દર્શાવેલ પથ પરથી $2\ \mu C$ નો વિદ્યુતભાર $B$ થી $C$ બિંદુએ પહોચે છે. તો થતું કાર્ય ........$J$ ગણો.
$(a)$ $4 \times 10^{-7}\,C$ વિદ્યુતભારથી $9\, cm$ દૂર આવેલા $P$ બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો.
$(b)$ તે પરથી $2\times 10^{-9}\,C$ વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે ?
$2d$ અંતરે બે $-q$ વિધુતભારો છે એક ત્રીજો $+ q$ વિધુતભાર તેમના મધ્યબિંદુએ $O$ પર છે. $-q$ વિધુતભારોના લીધે $O$ થી $x$ અંતરે $+ q$ વિધુતભારના વિધેયની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ દોરો અને ખાતરી કરો કે $O$ બિંદુએ વિધુતભાર અસ્થાયી અસંતુલનમાં છે. તે જણાવો .
વિધુતસ્થિતિમાન અને વિધુતસ્થિતિ-ઊર્જા વચ્ચેનો તફાવત લખો.