વિધુતસ્થિતિમાન અને વિધુતસ્થિતિ-ઊર્જા વચ્ચેનો તફાવત લખો.
વિદ્યુતસ્થિતિમાન$(V)$ | વિદ્યુતસ્થિતિ-ઊર્જા$(U)$ | ||
$(1)$ | અનંત અંતરેથી વિદ્યુતક્ષેત્રમાં જુદાંજુદાં બિંદુઓ પર એકમ ઘન વિદ્યુત ભારને લઈ જતાં થતું કાર્ય છે. | $(1)$ | વિદ્યુતતંત્રના બધા વિદ્યુતભારોને અનંત અંતરેથી વિદ્યુતભાર તંત્રમાં લાવવા થતું કર્યા છે. |
$(2)$ | આ વિદ્યુતતંત્રની સ્થિતિ-ઊર્જા નથી. | $(2)$ | આ વિદ્યુતતંત્રનું વિદ્યુતસ્થિતિમાન નથી. |
$(3)$ | તેનો એકમ જૂલ/કુલંબ $or$ વૉલ્ટ છે. | $(3)$ | તેનો એકમ જૂલ છે. |
$(4)$ | $V _{( A )}=\frac{ W _{\infty A }}{q_{0}}$ જ્યાં, $q_{0}$ એકમ ધન વિદ્યુતભાર | $(4)$ | $U _{( A )}=q V _{( A )}$ |
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ચોરસ $ABCD$ ના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલ છે. $(a)$ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. $(b)$ ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર $q_0$ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q$ વિદ્યુતભારને ઉગમબિંદુ $O$ પર મૂકેલો છે. બિંદુ $A \,(0,a) $ આગળથી $-Q$ વિદ્યુતભારને બિંદુ $B\,(a,0)$ પર સુરેખ માર્ગ $AB$ એ લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
$a$ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસનાં શિરોબિંદુઓ પર $+q$ જેટલો વિદ્યુતભાર હોય તેવી વ્યવસ્થા કે ગોઠવણી કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે?
નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.
વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.
$x$ દિશામાં $E$ જેટલાં મુલ્યનું વિદ્યુતક્ષેત્ર લાગુ પડે છે.$x$ અક્ષથી $60^{\circ}$ નાં ખુુણો બનાવતી અને $2\,m$ અંતર ધરાવતી રેખા પર $0.2\,C$ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે $4$ જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય, તો $E$ નું મૂલ્ય શોધો.