$(a)$ $4 \times 10^{-7}\,C$ વિદ્યુતભારથી $9\, cm$ દૂર આવેલા $P$ બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો.
$(b)$ તે પરથી $2\times 10^{-9}\,C$ વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે ?
$(a)$ $V=\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{Q}{r}=9 \times 10^{9} \,Nm ^{2} C ^{-2} \times \frac{4 \times 10^{-7} \,C }{0.09 \,m }$
$=4 \times 10^{4}\, V$
$(b)$ $W=q V=2 \times 10^{-9} \,C \times 4 \times 10^{4} \,V$
$=8 \times 10^{-5} \,J$
ના, અત્રે કરવામાં આવેલું કાર્ય માર્ગથી સ્વતંત્ર છે. કોઈ પણ યાદચ્છિક સૂક્ષ્મ માર્ગને બે પરસ્પર લંબ એવા સ્થાનાંતરોમાં વિભાજિત કરી શકાય : એક $r$ ને સમાંતર અને બીજું $r$ ને લંબ. આમાંથી $r$ ને લંબ સ્થાનાંતરને અનુરૂપ કરેલું કાર્ય શૂન્ય બનશે.
જ્યારે બે $e^-$ એકબીજા પર ગતિ કરતાં હોય ત્યારે તંત્રની સ્થિતિ વિદ્યુત શાસ્ત્રની સ્થિતિ ઊર્જા ...... હશે.
એકસમાન વિદ્યુતભાર $q$ અને $3a$ ત્રિજ્યા ધરાવતી રિંગને $x-y$ સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર $q$ રિંગ તરફ $z-$ દિશામાથી આવે છે જેનો $z = 4a$ એ વેગ $v$ છે.$v$ નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$ વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
ઇલેક્ટ્રોન વોટની વ્યાખ્યા આપો અને તેને જૂલ એકમમાં દર્શાવો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ be $q_1$ અને $q_2$ વિદ્યુતભાર $30\;cm$ અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $C$ થી $D$ સુધી $40 \;cm$ ત્રિજ્યાના વર્તુળની ચાપ પર લઇ જવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામા $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ ફેરફાર થાય તો, $k=$