આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$ વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
$\;\frac{{3qQ}}{{4\pi {\varepsilon _0}a}}$
$\;\frac{{3qQ}}{{8\pi {\varepsilon _0}a}}$
$\;\frac{{qQ}}{{4\pi {\varepsilon _0}a}}$
શૂન્ય
$M$ દળનો વિદ્યુતભાર $q$ એ $q$ વિદ્યુતભારની આજુબાજુ સ્થિત વિદ્યુત આકર્ષણને લીધે પરિભ્રમણ કરે છે. તેની ગતિનો આવર્તકાળ..... સૂત્રની મદદથી આપી શકાય છે.
$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે
બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$ $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$ કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?
પ્રોટોનનું દળ $1.67 \times 10^{-27} kg$ અને તેનો ચાર્જ $+1.6 \times 10^{-19} C$ છે. દસ લાખ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતે જો તેને પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતિઊર્જા $\dots\dots J$ થશે.
નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E, \,X-$ દિશામાંં છે. $0.2\;C$ વિદ્યુતભારને $x-$દિશા સાથે $60^\circ $ના ખૂણે $2 \,m$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $4\;J$ કાર્ય કરવું પડે છે, તો વિદ્યુતક્ષેત્ર $E$ કેટલા.......$N/C$ થાય?