$6\,m$  લંબાઈ અને $3\,mm^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\,N/m^2$ છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ $4\,kg$ દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં $\frac{1}{4}$ ગણું છે. તારમાં  ખેંચાણ $..........$ હશે. 

  • [JEE MAIN 2023]
  • A

    $1\,cm$

  • B

    $1\,mm$

  • C

    $0.1\,mm$

  • D

    $0.1\,cm$

Similar Questions

$A$ અને $B$ તાર સમાન દ્રવ્યના બનેલા છે અને ત્રિજ્યાનો ગુણોત્તર $2: 1$ અને લંબાઈનો ગુણોત્તર $4: 1$ છે. તો બંને તારમાં લંબાઈમાં એકસમાન ફેરફાર કરવા માટે તેના જરૂરી બળનો ગુણોત્તર = ?

સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા તારના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે,તેમનાં પર સમાન વજન લગાવતા, લંબાઇમાં થતો વધારાનો ગુણોત્તર કેટલો થાય?

ઍલ્યુમિનિયમના સમઘનની કિનારી (edge) $10 \,cm$ લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલ છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ $100\, kg$ દળ જોડવામાં આવે છે. ઍલ્યુમિનિયમનો આકાર મૉડ્યુલસ $25 \,GPa$ હોય, તો આ સપાટીનું શિરોલંબ દિશામાં સ્થાનાંતર કેટલું થશે?  

એક બીમ બે છેડે ટેકવેલો છે,તો કેન્દ્ર પાસે વંકન કોના સપ્રમાણમાં હોય?

$r$ ત્રિજયાના તાર પર $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય છે જો આ વજન $4W$ અને ત્રિજ્યા $2r$ કરી દેવામાં આવે તો લંબાઈમાં ..... $mm$ વધારો થશે.