આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m = 1.0\,kg$ નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $500\,N/m$ છે. આ ગતિ માટે કંપવિસ્તાર $A$ કેટલો હોવો જોઈએ કે જેથી $m$ દળ પ્લેટફોર્મથી છૂટો પડે?
($g = 10\,m/s^2$ અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)
$K _{1}$ અને $K _{2}$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ $A$ અને $B$ લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
$2\,kg$ દળવાળા બ્લોકને $50 \,Nm^{-1}$ જેટલા સ્પ્રિંગ અવળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ અને તે સમક્ષિતિજ લીસી સપાટી પર $t = 0$ સમયે $x = 0$ સ્થાને સંતુલનમાં છે. આ સંતુલન સ્થાનથી $5 \,cm $ જેટલું બ્લોકને ખસેડવામાં આવે છે, તો બ્લોકના $t$ સમયે સ્થાનાંતર માટેનું સમીકરણ મેળવો.
બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ લીસા ઢાળ પર સરખી સ્પ્રિંગોથી કોઈ દળ ગોઠવેલું હોય તો આ દોલન કરતા તંત્રનો આવર્તકાળ કેટલો થશે ?
એક સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ $M$ દળનો પદાર્થ $A _{1}$ જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે $M$ દળનો પદાર્થ મધ્યમાન સ્થાન પરથી પસાર થાય છે. ત્યારે તેના પર $m$ દળનો નાનો પદાર્થ મૂકવામાં આવે છે અને બંને પદાર્થો $A_{2}$ જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે, તો $\frac{A_{1}}{A_{2}}$ કેટલો થાય?