આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m = 1.0\,kg$ નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $500\,N/m$ છે. આ ગતિ માટે કંપવિસ્તાર $A$ કેટલો હોવો જોઈએ કે જેથી $m$ દળ પ્લેટફોર્મથી છૂટો પડે?

($g = 10\,m/s^2$ અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)

823-657

  • [JEE MAIN 2013]
  • A

    $A\,<\,2.0\,cm$

  • B

    $A\,=\,2.0\,cm$

  • C

    $A\,>\,2.0\,cm$

  • D

    $A\,=\,1.5\,cm$

Similar Questions

$4.84\, N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક $0.98\, kg$ દળનો પદાર્થ દોલનો કરે છે. તો પદાર્થની કોણીય આવૃતિ ($ rad/s$ માં) કેટલી હશે?

આકૃતિ $-1$ માં દર્શાવ્યા પ્રમાણે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે $M$ દળનો પદાર્થ જોડેલો છે.અને આકૃતિ $-2$ સ્પ્રિંગમાંશ્રેણીમાં જોડેલ છે. જો તેમના આવર્તકાળનો ગુણોત્તર $\frac{ T _{ b }}{ T _{ a }}=\sqrt{ x }$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

 

  • [JEE MAIN 2021]

એક $500 \,N \,m^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની સાથે $5 \,kg$ નો કૉલર (પટ્ટો) જોડાયેલ છે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કૉલર તેના સંતુલન સ્થાનેથી $10.0\, cm$ સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. આ કૉલર માટે

$(a)$ દોલનોનો આવર્તકાળ

$(b)$ મહત્તમ ઝડપ અને

$(e)$ મહત્તમ પ્રવેગની ગણતરી કરો.

બે દોલિત તંત્ર, એક સાદુ લોલક અને બીજું સ્પ્રિંગ - દળનું લંબવત તંત્ર તેનો પૃથ્વીની સપાટી પર ગતિનો સમયગાળો સરખો છે. તેમને ચંદ્ર પર લઈ જવામાં આવે તો $..................$

$700g$ નો પદાર્થ દૂર કરતાં આવર્તકાળ $3sec$ મળે છે,હવે $500g$ પદાર્થને પણ દૂર કરવામાં આવે તો આવર્તકાળ કેટલો .... $s$ થાય?