અર્ધવર્તુળ બગીચાની ત્રિજ્યા $35\,m$ છે. જો કોઈ ને બગીચાનો એક આંટો મારવો હોય તો $\ldots \ldots \ldots \ldots m$ ચાલવું પડે .
$110$
$165$
$175$
$180$
તે સાચું છે કે એક પરિભ્રમણ દરમિયાન $d$ સેમી વ્યાસના વર્તુળાકાર ચક્રએ કાપેલું અંતર $2 \pi d$ સેમી છે ? શા માટે ?
વર્તુળનો પરિધ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુચાપની લંબાઈ $22$ સેમી છે. તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો તથા તે ચાપથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોની ક્યારી (જેના બંને છેડા અર્ધ વર્તુળાકાર છે) નું ક્ષેત્રફળ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એ ક ઓરડાના ભોંયતળિયાનાં પરિમાણ $5$ મી $\times$ $4$ મી અને તેના પર $50$ સેમી વ્યાસવાળી વર્તુળાકાર લાદી ઢાંકેલી છે. લાદી દ્વારા ન રોકાયેલ ભોંયતળિયાના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (મી$^2$ માં)