બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા $14\, cm$ અને $10.5 \,cm $ છે. તો તેમના પરિઘનો તફાવત $\ldots \ldots \ldots . cm .$ થાય.
$3.5$
$7$
$11$
$22$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક વર્તુળમાં અંતર્ગત છે. જો $AB = 8$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (સેમી$^2$ માં)
ત્રિકોણ $ABC$ નાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર લઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $5$ સેમી ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. જો $AB = 14$ સેમી, $BC = 48$ સેમી અને $CA = 50$ સેમી તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^2$ માં)
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એક તિરંદાજી નિશાનમાં ત્રણ સમકેન્દ્રીય વર્તુળોથી રચાતા ત્રણ ભાગ છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1 : 2 : 3$ હોય, તો તે ત્રણેય ભાગનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.