$A$ ગ્રહનો સૂર્યની ફરતે ભ્રમણનો આવર્તકાળ $B$ ગ્રહ કરતાં $8$ ગણો છે. $A$ નું સૂર્યથી અંતર $B$ ના સૂર્યથી અંતરથી કેટલા ગણું હશે?
$2$
$3$
$4$
$5$
સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર $1.6 \times 10^{12}\, m$ અને $8.0 \times 10^{10}\, m$ છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ $6 \times 10^{4}\, ms ^{-1}$ હોય તો સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. $\times 10^{3}\, m / s$ હશે.
ધારો કે ઉપગ્રહની ગતિઊર્જા $x$ છે તો તેનો આવર્તકાળ $T$ એ ........... ના સમપ્રમાણમાં છે.
ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની પરિભ્રમણ ત્રિજ્યા થી અડધી છે તો ઉપગ્રહને $1$ પરિભ્રમણ કરલા લાગતો સમય કેટલો હોય ?
સૂર્ય જેવા તારાની આસપાસ જુદા જુદા અંતરે અસંખ્ય પદાર્થો ગતિ કરે છે. તે બધા વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તેમ ધારો. તારાના કેન્દ્રથી પદાર્થનું અંતર $r$ અને તેનો રેખીય વેગ $v$, કોણીય વેગ $\omega $, ગતિઊર્જા $K$, સ્થિતિઊર્જા $U$, કુલ ઊર્જા $E$ અને કોણીય વેગમાન $L$ છે. જેમ કક્ષાની ત્રિજ્યા $r$ વધે તેમ કઈ રાશિઓ વધશે અને કઈ રાશિઓ ઘટશે તે નક્કી કરો.
એક ગ્રહને ફરતે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા એક સેટેલાઈટ (ઉપગ્રહ)નો આવર્તકાળ $6$ કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ચોથા ભાગનું છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યાં. . . . . . . હશે.
(પૃથ્વી માટે ભૂસ્તરીય કક્ષાની ત્રિજ્યાં $4.2 \times 10^4 \mathrm{~km}$ આપેલ છે.)