સૂર્ય જેવા તારાની આસપાસ જુદા જુદા અંતરે અસંખ્ય પદાર્થો ગતિ કરે છે. તે બધા વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તેમ ધારો. તારાના કેન્દ્રથી પદાર્થનું અંતર $r$ અને તેનો રેખીય વેગ $v$, કોણીય વેગ $\omega $, ગતિઊર્જા $K$, સ્થિતિઊર્જા $U$, કુલ ઊર્જા $E$ અને કોણીય વેગમાન $L$ છે. જેમ કક્ષાની ત્રિજ્યા $r$ વધે તેમ કઈ રાશિઓ વધશે અને કઈ રાશિઓ ઘટશે તે નક્કી કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $M$ દળના તારાની આસપાસ $m$ દળનો પદર્થ ભ્રમણ કરે છે.

પદાર્થનો રેખીય વેગ $v=\sqrt{\frac{ GM }{r}}$

$\therefore$ ત્રિજ્યા $r$ વધતાં રેખીય વેગ $v$ ધટે.

પદાર્થનો કોણીય વેગ $\omega=\frac{2 \pi}{T}$

કૅપ્લરના નિયમ પરથી, $T ^{2} \propto r^{3}$

$\therefore \quad T =k r^{\frac{3}{2}}$

$\therefore \omega=\frac{2 \pi}{k r^{\frac{3}{2}}} \Rightarrow \therefore \omega \propto \frac{1}{r^{\frac{3}{2}}}$

તેથી ત્રિજ્યા $r$ વધતાં કોણીય વેગ $\omega$ ધટશે.

પદાર્થની ગતિઉર્જા $K =\frac{1}{2} m v^{2}$

$=\frac{1}{2} m \times \frac{ GM }{r}$

$=\frac{ GM m}{2 r}$

$\therefore K\propto \frac{1}{r}$

તેથી ત્રિજ્યા $r$ વધતાં ગતિઊર્જા $K$ ધટશે.

પદાર્થની ગુરુત્વીય સ્થિતિઊર્જા $U =-\frac{ GM m}{r}$

$\therefore U \propto-\frac{1}{r}$

તેથી ત્રિજ્યા $r$ વધતાં,સ્થિતિઉર્જાનું મૂલ્ય ઘટે એટલે કે $U$ વધશે.

પદાર્થની કુલ ઊર્જા $E = K + U$

$=\frac{ GM m}{2 r}-\frac{ GM m}{r}$

$=-\frac{ GM m}{2 r}$

$\therefore E \propto-\frac{1}{r}$

889-s207

Similar Questions

એક ગ્રહને ફરતે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા એક સેટેલાઈટ (ઉપગ્રહ)નો આવર્તકાળ $6$ કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ચોથા ભાગનું છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યાં. . . . . . . હશે.

(પૃથ્વી માટે ભૂસ્તરીય કક્ષાની ત્રિજ્યાં $4.2 \times 10^4 \mathrm{~km}$ આપેલ છે.)

  • [JEE MAIN 2024]

મંગળ ગ્રહ પાસે બે ચંદ્ર છે. જો એકનો આવર્તકાળ $7\, hours,\, 30\, minutes$ અને કક્ષાની ત્રિજયા $9.0 \times 10^{3}\, {km}$ હોય તો મંગળ ગ્રહનું દળ કેટલું હશે?

$\left\{\frac{4 \pi^{2}}{G}=6 \times 10^{11} {N}^{-1} {m}^{-2} {kg}^{2}\right\}$

  • [JEE MAIN 2021]

નીચેનામથી કયો કેપ્લરનો નિયમ છે ?

મંગળ માટે ક્ષેત્રીય વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો.

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?