આકૃતિમાં લોડ-વિસ્તરણનો ગ્રાફ દર્શાવેલ છે. અહી તારની લંબાઈ અને દ્રવ્ય સમાન છે. પાતળો તાર કઈ રેખા વડે દર્શાંવેલ છે.
$O C$
$O D$
$O A$
$O B$
સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?
બઘા તારનો આડછેદ ${10^{ - 4}}\,{m^2}$ છે.તો $B$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?
$1.0\, m$ લંબાઈ અને $0.50 \times 10^{-2}\, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતાં નરમ સ્ટીલના તારને બે થાંભલાની વચ્ચે સમક્ષિતિજ દિશામાં સ્થિતિસ્થાપકતાની હદ (મર્યાદા)માં રહે તેમ ખેંચવામાં આવે છે. હવે તારના મધ્યબિંદુએ $100\, g$ દળ લટકાવવામાં આવે, તો તારનું મધ્યબિંદુ કેટલું નીચે આવશે ?
$1\,m$ લંબાઈ અને $10^{-4}\,m ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સ્ટીલના સળિયાને લાંબો થયા કે વાળ્યા સિવાય $0^{\circ}\,C$ થી $200^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયામાં ઉત્પન્ન થતું સંકોચન તણાવ $........\times 10^4\,N$ હશે.
(સ્ટીલનો યંગ ગુણાંક $=2 \times 10^{11}\,Nm ^{-2}$, રેખીય પ્રસરણાંક $=10^{-5}\, K ^{-1}$ આપેલા છે.)
એક લોખંડના સળિયાની ત્રિજ્યા $20\,mm$ અને લંબાઈ $2.0\,m$ છે.$62.8\,kN$ નું બળ તેમની લંબાઈને સાપેક્ષે ખેંચે છે. લોખંડનો યંગ અચળાંક $2.0 \times 10^{11}\,N / m ^2$ છે. તારમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ ........ $\times 10^{-5}$ છે.