એક લોખંડના સળિયાની ત્રિજ્યા $20\,mm$ અને લંબાઈ $2.0\,m$ છે.$62.8\,kN$ નું બળ તેમની લંબાઈને સાપેક્ષે ખેંચે છે. લોખંડનો યંગ અચળાંક $2.0 \times 10^{11}\,N / m ^2$ છે. તારમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ ........ $\times 10^{-5}$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $24$

  • B

    $23$

  • C

    $22$

  • D

    $25$

Similar Questions

નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?

કુદરતી ચનાઓ પ્રતાન વિકૃતિને કારણે તૂટવાને બદલે મોટે ભાગે વળ કે નમનને કારણે ઉદ્ભવેલા મોટા મૂલ્યના ટોર્કને કારણે તૂટી પડે છે. કોઈ બંધારણની તૂટી પડવાની આવી ક્રિયાને વંકન કહે છે. વૃક્ષો જેવી ઊંચી નળાકારીય રચનાઓના નમન માટેનું જવાબદાર ટોર્ક, તેના પોતાના વજનને કારણે ઉદ્ભવતું હોય છે. આવા કિસ્સામાં તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતો શિરોલંબ, તેના પાયામાંથી પસાર થતો હોતો નથી. આ શિરોલંબને અનુલક્ષીને વૃક્ષના નમન માટેનું જરૂરી ટોર્ક $\frac{{Y\pi {r^4}}}{{4R}}$ જેટલું હોય છે. જ્યાં $Y =$ યંગ મોડ્યુલસ, $r =$ વૃક્ષના થડના આડછેદની ત્રિજ્યા તથા $R$ $=$ નમેલા વૃક્ષ વડે રચાયેલા વક્રની વક્રતાત્રિજયા. પ્રસ્તુત કિસ્સામાં વૃક્ષના થડના આડછેદની આપેલી ત્રિજયા માટે વૃક્ષની સીમાંત ઊંચાઈ (Critical Height) નો અંદાજ મેળવો.

એક લટકવેલા તાર પર ${10^3}$ newton બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય. તેવા બીજા સમાન તાર જેની લંબાઈ સમાન પરંતુ વ્યાસ $4$ ગણો હોય તે તારની લંબાઈમાં $1\, mm$ નો વધારો કરવા કેટલું બળ લગાવવું પડે ?

કોલમ $-I$ સાથે કોલમ $-II$ નો ચોક્કસ સંબંધ છે, તો તેમને યોગ્ય રીતે જોડો :

કોલમ $-I$  કોલમ $-II$ 
$(a)$ તાપમાન વધતા પદાર્થનો યંગ મૉડ્યુલસ $(i)$ શૂન્ય
$(b)$ હવા માટેનો યંગ મોડ્યુલસ $(ii)$ અનંત
  $(iii)$ ઘટે
  $(iv)$ વધે

$2\, m$ લંબાઈ અને $10\;c{m^3}$ આડછેડનું ક્ષેત્રફળ ફ્ધારવતા કોપરના તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $2\, mm$ નો વધારો થાય છે. બીજા સમાન કદ ધરાવતા કોપરનો તાર જેની લંબાઈ $8 \,m$ છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ......... $cm$ હશે .