એક સ્પ્રિંગના છેડે $m$ દળનો પદાર્થ લટકાવીને દોલિત કરતાં આવૃત્તિ $“v''$ મળે છે. જો લટકાવેલ દળ ચોથા ભાગનું કરવામાં આવે તો હવે તેના દોલનની આવૃત્તિ કેટલી થાય ?
સ્પ્રિગના છેડે લટકાવેલ દળના દોલનની આવૃત્તિ
$v=\frac{1}{2 \pi} \sqrt{\frac{k}{m}}$
$\therefore \quad v \propto \frac{1}{\sqrt{m}}$
$\therefore \quad \frac{v_{2}}{v_{1}}=\sqrt{\frac{m_{1}}{m_{2}}}=\sqrt{\frac{m_{1}}{m_{1}}}=\sqrt{4}=2$
$\therefore \quad v_{2}=2 v$
દળ $m$ ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે $m$ દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે $3$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ $m$ માં $1\; kg$ નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ $5\; s$ થાય છે. $m$ નું મૂલ્ય $kg$ માં કેટલું હશે?
જે દરેક સ્પ્રિંગ અચળાંક $K_1$ ધરાવતી બે એક સરખી સ્પ્રિંગ ને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો નવો સ્પ્રિંગ અચળાંક અને આવર્તકાળ .............. ના અંશ થી બદલાશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $1\, kg$ અને $4\, kg$ દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ $25\, rad/s$ ની કોણીય આવૃતિ અને $1.6\, cm$ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા $N$નું બળ લાગશે?
$10 \,N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર $10\,kg$ નો પદાર્થ લગાવીને દોલનો કરાવતાં કંપવિસ્તાર $0.5$ છે,તેનો વેગ $40\,cm/s$ સમતોલન સ્થાનથી કયાં .... $m$ અંતરે થશે?
એક સ્પ્રિંગનો આવર્તકાળ $T$ છે અને તેના $n$ સરખા નાના ટૂકડામાં કાપવામાં આવે, તો દરેક ટુકડાનો આવર્તકાળ કેટલો થાય?