દળ $m$ ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે $m$ દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે $3$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ $m$ માં $1\; kg$ નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ $5\; s$ થાય છે. $m$ નું મૂલ્ય $kg$ માં કેટલું હશે?

  • [NEET 2016]
  • A

    $\frac{16}{9}$

  • B

    $\frac{9}{16}$

  • C

    $\frac{3}{4}$

  • D

    $\frac{4}{3}$

Similar Questions

સ્પ્રિંગ પર $1\,kg$ નો પદાર્થ લગાવાથી સ્પ્રિંગની લંબાઇમાં થતો વધારો $9.8\, cm$ છે,આ પદાર્થને ખેંચીને મુકત કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય? 

આપેલ તંત્ર માટે $m$ દળના પદાર્થની આવૃત્તિ કેટલી થાય?

  • [AIIMS 2003]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ ગોઠવેલ સ્પ્રિંગ પર હલકા સપાટ પાટિયા પર $2\; kg$ દળનો પદાર્થ મૂકેલો છે. સ્પ્રિંગ અને પાટિયાનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગને થોડી દબાવીને છોડી દેતાં તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $200\; N/m$ છે. આ દોલનનો ઓછામાં ઓછો કંપવિસ્તાર કેટલો હોવો જોઇએ જેથી પદાર્થ એ પાટિયા પરથી છૂટો પડી જાય? ($g=10 m/s^2$ લો)

  • [AIPMT 2007]

$k $ બળ-આચળાંક અને $l$ લંબાઈની સ્પ્રિંગના $\alpha  : \beta  : \gamma $ ના પ્રમાણમાં ટુકડા કરવામાં આવે તો પ્રત્યેક ટુકડાનો બળ અચળાંક, મૂળ સ્પ્રિંગના બળ અચળાંકના સ્વરૂપમાં મેળવો (અહીં $\alpha $, $\beta $ અને $\gamma $ પૂર્ણાકો છે) 

$5\, {kg}$ દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. $4\, {m}$ લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (${m} / {s}^{2}$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]