ઇંગ્લેન્ડમાં ઔધોગિકીકરણ દરમિયાન ફૂદાંની ઉદવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉદવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી છે. આ વિધાન સ્પષ્ટ કરો.
એક રસપ્રદ અવલોકન ઇંગ્લેન્ડથી મળે છે. જેમાં $1850s$ માં એકત્રિત કરવામાં આવેલ ફુદા (moth) એટલે કે ઔદ્યોગિકીકરણ પહેલાં વૃક્ષો ઉપર સફેદ પાંખોવાળા ફુદા, ઘેરી-પાંખોવાળા અથવા મેલેનાઈઝ્ડ ફુદા કરતા વધુ મળતા હતા.
જોકે સમાન વિસ્તારમાંથી એકત્રિકીકરણ કરવામાં આવ્યું પરંતુ ઔદ્યોગિકીકરણ બાદ એટલે કે $1920$ માં, આ જ વિસ્તારમાં ઘેરી પાંખવાળા ફુદા વધુ જોવા મળ્યા એટલે કે પ્રમાણ વિપરિત હતું.
આ અવલોકનથી રજૂઆત કરાઈ છે કે, 'શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફુદાની જગ્યા શોધે છે'. ઔદ્યોગિકીકરણ બાદના સમય દરમિયાન, વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડા અને મેશને કારણે ઘેરા બન્યા છે. આ પરિસ્થિતિની અસર નીચે સફેદ પાંખવાળા જુદા શિકારીઓને કારણે અસ્તિત્વ ટકાવી શક્યા નહિ,
પરંતુ ઘેરી પાંખ અથવા મેલેનાઈઝ્ડ ફુદા ટકી ગયા. ઔદ્યોગિકીકરણ પહેલાં, લગભગ સફેદ રંગની લાઈકેનની વૃદ્ધિ ઘેરી હતી - આ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા જુદા અસ્તિત્વ ટકાવી શક્યા.
પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતી નથી. આમ જે ફુદા રંગઅનુકૃતિ (camouflage) કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા (આકૃતિ). આ સમજૂતીને સમર્થન એ તથ્યથી મળે છે કે જ્યાં ઔદ્યોગિકીકરણ નથી થયું ત્યાં -ઉદાહરણ: ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનીક ફુદાની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધે, અસ્તિત્વ ટકાવે અને વસ્તીના કદમાં વધારો કરે છે.
ઔદ્યોગિક મેલેનીન (રંગ) એ શેનું ઉદાહરણ છે?
અપસારી પ્રસરણ ,કેન્દ્રાભિસારી ઉદ્ વિકાસ અને વિકૃતિ ની વ્યાખ્યા આપી સમજાવો.
સમજાવો : $(a)$ રચનાસદ્શતા $(b)$ કાર્યસદ્શતા.
નીચેનામાંથી શેનો ઈન્ડસ્ટ્રીઅલ વસતિના સૂચક તરીકે થાય છે?
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.