રધરફર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.
ગેઇગર અને માસર્ડેને પ્રકીર્ણનના પ્રયોગમાં સુવર્ણના વરખની જાડાઈ કેટલી રાખી હતી ?
$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
હાઈડ્રોજન પરમાણમાં ઈલેક્ટ્રૉન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ, કુલંબ આકર્ષણ કરતાં $10^{-10}$ ગણું નાનું છે. આ હકીકતને જોવાની એક વૈકલ્પિક રીત, ઈલેક્ટ્રૉન અને પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોત તો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાની છે. તમને તેનો ઉત્તર રસપ્રદ લાગશે.
ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે. તેમનાં વેગનો ગુણોત્તર $8 : 1$ છે,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?