દ્વિદળી પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળીના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. જીવવિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. જો તેમાં કોઈ અપવાદ હોય તો શોધો
જાલાકાર શિરાવિન્યાસ એ દ્વિદળીનું અને સમાંતર શિરાવિન્યાસ એ એકદળીનું લક્ષણ છે. પરંતુ આ સામાન્યીકરણ (Generalisation)માં કેટલાંક અપવાદ પણ જોવા મળે છે. જેમ કે કેટલીક દ્વિદળી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ઉદા., કેલોફાયલમ (Calophyllum), કોરીમ્બિયમ (Corymbium) વગેરે અને કેટલીક એકદળી વનસ્પતિઓમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. જેવા કે એલોકેસીયા (Alocasia), સ્માઇલેક્સ (Smilex) વગેરે.
નીચેની વનસ્પતિઓ સૂત્ર $( \mathrm{Tendrils} )$ ધરાવે છે. તેઓ પ્રકાંડ સૂત્ર અને પર્ણસૂત્ર છે તે ઓળખો.
$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$
$(b)$ વટાણા $( \mathrm{Peas} )$
$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$
$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$
$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$
નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
..........એ પર્ણનું રૂપાંતર છે.
જાલાકાર શિરાવિન્યાસ સાથેનાં ચક્રિય સરળ પર્ણો ...........માં હોય છે.