દર્શાવ્યા પ્રમાણે $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા ખૂબ જ લાંબા સીધા તારને સમાંતર વિદ્યુતભાર $Q$ ગતિ કરે છે. વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે ?
$O X$ની વિરુદ્ધ દિશામાં
$O X$ની દિશામાં
$OY$ની વિરુદ્ધ દિશામાં
$OY$ની દિશામાં
$m$ દળના $q$ વિદ્યુતભાર ધરાવતા કણને વિદ્યુતસ્થિતિમાન $V$ વડે પ્રવેગિત કરવામાં આવે છે.તે એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં લંબરૂપે દાખલ થાય છે અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર ચાપ બનાવે છે,તો $\frac{q}{m}$ બરાબર કેટલું ?
એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વેગ $v$ સાથે દાખલ થાય છે, તો ભ્રમણનો આવર્તકાળ $T$ છે. જો પ્રોટોન $2 v$ વેગ સાથે દાખલ થાય, તો આવર્તકાળ કેટલો હશે?
લોરેન્ટઝ બળ એટલે શું ? તેના માટેનું સૂત્ર લખો.
ખાલી જગ્યા લખો :
$(i)$ સ્થિર વિધુતભારની આસપાસ .... ક્ષેત્ર રચાય છે. ( વિદ્યુત, ચુંબકીય )
$(ii)$ ગતિમાન વીજભાર પોતાની આસપાસ ..... ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
$R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ અને વહેતો પ્રવાહ $I$ છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં $v$ વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ $v$ કેટલો હોવો જોઈએ?