બે જુદી જુદી એકમપદ્ધતિના કોઈ ભૌતિક રાશિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. અથવા બળના $MKS$ પદ્ધતિમાં અને $CGS$ પદ્ધતિમાં એકમો વચ્ચેનો સંબંધ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$MKS$ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન $(N)$ અને $CGS$ પદ્ધતિમાં બળનો એકમ ડાઈન $(dyn)$ છે.
બળનું પારિમાણિક સૂત્ર $\mathrm{M}^{\mathrm{l}} \mathrm{L}^{\mathrm{l}} \mathrm{T}^{-2}$ છે.
$MKS$ પદ્ધતિમાં $CGS$ પદ્ધતિમાં
$M$(કિગ્રા)$=$$10^3$$M$(ગ્રામ)
$\mathrm{L}($ મીટર $)=10^{2} \mathrm{~L}$ (સેમી)
$\mathrm{T}$(સેકન્ડ)=$10^{0} \mathrm{~T}$સેકન્ડ
$\therefore \quad \mathrm{M}^{1} \mathrm{~L}^{1} \mathrm{~T}^{-2}=\left(10^{3} \mathrm{M}^{1}\right)^{1}\left(10^{2} \mathrm{~L}\right)^{1}\left(10^{0} \mathrm{~T}\right)^{-2}$
$=10^{3} \mathrm{M}^{1} 10^{2} \mathrm{~L}^{1} 10^{0} \mathrm{~T}^{-2}$
$=10^{3+2+0} \mathrm{M}^{1} \mathrm{~L}^{1} \mathrm{~T}^{-2}$
$\therefore$ $MKS$માં બળનો એકમ $=$ $10^{5} \times \mathrm{CGS}$માં બળનો એકમ
$\therefore$ $1$ ન્યુટન $=$$10^{5}$ ડાઈન
$\therefore$$1$ડાઈન$=$$10^{-5}$ ન્યુટન પણ મળે.
 

Similar Questions

દળ $m$ અને ત્રિજ્યા $r$ વાળો એક દડો $\eta $ શ્યાનતાવાળા માધ્યમ માં પતન કરે છે. પદાર્થ નો વેગ શૂન્ય માથી ટર્મિનલ વેગ $(v)$ નો $0.63$ ગણો થાય એ દરમ્યાન લગતા સમય ને સમય નિયતાંક $(\tau )$ કહેવાય. $\tau $ નું પરિમાણ શું થશે?

  • [AIIMS 1987]

સૂત્ર $X = 5YZ^2$, $X$ અને $Z$ ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો $SI$ એકમ પધ્ધતિમાં $Y$ નું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2019]

જો બળ, ઉર્જા અને વેગના એકમને $10\, N, 100\, J, 5\, m/s$ વડે રજુ કરવામાં આવે, તો લંબાઈ, દળ અને સમયને કઈ રીતે રજુ કરાય?

$\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T$ સમીકરણ માં $X$ દબાણ, $Y$ કદ, $R$ સાર્વત્રિક વાયુ અચળાંક અને $T$ તાપમાન છે. $\frac{a}{b}$ નો ગુણોત્તર કઈ ભૌતિક રાશીને સમતુલ્ય થાય?

  • [JEE MAIN 2023]

ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?