બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી $\mathrm{r}$ અંતરે રહેલાં બે બિંદુવત્ વિધુતભારો માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં બાહ્ય ક્ષેત્ર $\overrightarrow{ E }$ માં કોઈ ઊગમબિંદુની સાપેક્ષે $r_{1}$ અને $r_{2}$ સ્થાનોએ બે વિદ્યુતભાર $q_{1}$ અને $q_{2}$ ને અનંત અંતરેથી લાવવા છે.

પ્રથમ $q_{1}$ વિદ્યુતભારને અનંત અંતરેથી $r_{1}$ અંતરે લાવવા કરવું પડતું કાર્ય,

$W _{1}=q_{1} V \left(\overrightarrow{r_{1}}\right)$

અને $q_{2}$ વિદ્યુતભારને અનંત અંતરેથી સ્ત્રોત વિદ્યુતભાર અને $q_{1}$ વિદ્યુતભારથી મળતા ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવવા કરવું ૫ડતું કાર્ય,

$W _{2}=q_{2} V \left(\vec{r}_{2}\right) \quad \ldots \text { (2) }$

$q_{1}$ વિદ્યુતભારના વિરુદ્ધમાં લાગતાં બળથી $q_{2}$ પર થતું કાર્ય,

$W _{3}=\frac{k q_{1} q_{2}}{r_{12}}$

જ્યાં $r_{12}=q_{1}$ અને $q_{2}$ વચ્ચેનું અંતર

તંત્રની કુલ સ્થિતિઊર્જા = વિદ્યુતભારોના તંત્રની ગોઠવણ કરવા કરવું પડતું કુલ કાર્ય અથવા સ્થિતિઊર્જા,

$U =q_{1} V \left(\overrightarrow{r_{1}}\right)+q_{2} V \left(\overrightarrow{r_{2}}\right)+\frac{k q_{1} q_{2}}{r_{12}}$

898-s94

Similar Questions

એકસમાન વિદ્યુતભાર $q$ અને $3a$ ત્રિજ્યા ધરાવતી રિંગને $x-y$ સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર $q$ રિંગ તરફ $z-$ દિશામાથી આવે છે જેનો $z = 4a$ એ વેગ $v$ છે.$v$ નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય?

  • [JEE MAIN 2019]

$12\ \mu C$ અને $8\ \mu C$ ના બે બિંદુવત ધન વિદ્યુતભાર $10\, cm$ દૂર આવેલા છે. તેમને $4 \,cm$ નજીક લાવતાં થતું કાર્ય ......છે.

જ્યારે પ્રોટોનને $1\,V$ ના વિદ્યુતસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે તો.તેની ગતિઉર્જા કેટલા $eV$ થાય?

  • [AIPMT 1999]

બે અવાહક પ્લેટોને સમાન રીતે વિદ્યુતભારીત કરેલી છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત $V _{1}- V _{2}=20\; V$ (જ્યાં પ્લેટ$-2$ વધારે સ્થિતિમાને) છે. બે પ્લેટો વચ્ચેનું અંતર $0.1\; m$ છે અને તે અનંત સુધી વિસ્તરેલી છે. પ્લેટ$-1$ ની અંદરની સપાટી પરથી એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય, તો જ્યારે તે પ્લેટ$-2$ ને અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે ?

($e=1.6 \times10^{-1}9\; C$,$m_e=9.11 \times 10^{-3}\;kg$)

  • [AIEEE 2006]

$0.5$ કુલંબ વિદ્યુતભાર લઈ જતો નાનો છરો (બંદુકની ગોળી જેવો) $2000$ વોલ્ટનાં સ્થિતિમાનથી પ્રવેગીત કરવામાં આવે છે. તેની ગતિઊર્જા કેટલી થશે?