$12\ \mu C$ અને $8\ \mu C$ ના બે બિંદુવત ધન વિદ્યુતભાર $10\, cm$ દૂર આવેલા છે. તેમને $4 \,cm$ નજીક લાવતાં થતું કાર્ય ......છે.

  • A

    $1.3\, eV$

  • B

    $13\, J$

  • C

    $5.8\, J$

  • D

    $5.8\, eV$

Similar Questions

આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી બન્ને વિધાનોને શ્રેષ્ઠ રીતે વર્ણવતું એક વિકલ્પ પસંદ કરો. $R$ ત્રિજ્યા ધરાવતો અવાહક નકકર ગોળો સમાન ધન વીજભાર ઘનતા $\rho $ ધરાવે છે. આ સમાન વિદ્યુતભાર વિતરણને લીધે ગોળાના કેન્દ્ર પાસે, ગોળાની સપાટી પર, અને ગોળાની બહારના બિંદુ પાસે પણ સિમિતિ મૂલ્યનું વિદ્યુત સ્થિતિમાન છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે.

વિધાન$-1$ : જ્યારે $‘q’$ વિદ્યુતભારને ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી પર લઇ જવામાં આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $\frac{{q\rho }}{{3{\varepsilon_0}}}$ વડે બદલાય છે.

વિધાન $-2$ : ગોળાના કેન્દ્રથી $r (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\frac{{\rho r}}{{3{\varepsilon _0}}}$ છે.

  • [AIEEE 2012]

બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$  $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્‍ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$ કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  • [IIT 2002]

ખાલી જગ્યા પૂરો $:{\rm{ }}1\,ne\,V{\rm{ }} = {\rm{ }}......\,J.$

બે બિંદુઓ $P$ અને $Q\,,\ 10\ V$ અને $-4\ V$ સ્થિતિમાનનો વાળા સ્થાન આગળ આવેલા છે. $P$ થી $Q$ તરફ $100$ ઈલેકટ્રોનની ગતિ દરમિયાન થતું કાર્ય ..... છે.

વિધુત સ્થિતિઊર્જા સમજાવો અને ગતિઊર્જા અને વિધુત સ્થિતિઊર્જા (ટૂંકમાં સ્થિતિ ઊર્જા)નો સરવાળો અચળ છે તેમ સમજાવો.