$\mathrm{n}$ બિંદવત્ વિધુતભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિધુતક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊગમબિંદુ $O$ ની સાપેક્ષે $\vec{r}_{1}, \vec{r}_{2}, \ldots, \vec{r}_{n}$ સ્થાન સદિશો ધરાવતા અનુક્રમે $q_{1}, q_{2}, \ldots, q_{n}$ વિદ્યુતભારોનો વિચાર કરો.
$q_{1}$ વિદ્યુતભારના લીધે $\overrightarrow{r_{ IP }}$ સ્થાન સદિશ ધરાવતાં $P$ બિદુ પાસે વિદ્યુતક્ષેત્ર,
$\overrightarrow{ E _{1}}=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1}}{r_{1 P }^{2}} \hat{r}_{ IP }$
જ્યાં $\hat{r}_{1 P }$ એ $q_{1}$ થી $P$ ની દિશામાંનો એકમ સદિશ છે. હવે $q_{2}$ વિદ્યુતભારના લીધે $\overrightarrow{r_{2 P }}$ સ્થાન સદિશ ધરાવતાં $P$ પાસે વિદ્યુતક્ષેત્ર,
હવે $q_{2}$ વિદ્યુતભારના લીધે $\overrightarrow{r_{2 P}}$ સ્થાન સદિશ ધરાવતાં $P$ પાસે વિદ્યુતક્ષેત્ર,
$E _{2}=\frac{1}{4 \pi \in_{0}} \cdot \frac{q_{2}}{r_{2 P }^{2}} \hat{r}_{2 P }$
આમ, $q_{3}, q_{4}, \ldots, q_{n}$ વિદ્યુતભારોના લીધે $P$ પાસે અનુક્રમે $E _{3}, E _{4}, \ldots, E _{n}$ વિદ્યુતક્ષેત્રો શોધી શકાય અને એ બધાનો સરવાળો કરતાં $P$ પાસે પરિણામી વિદ્યુતક્ષેત્ર મળે,
$\overrightarrow{ E }(\vec{r})=\overrightarrow{ E }_{1}(\vec{r})+\overrightarrow{ E }_{2}(\vec{r})+\ldots+\overrightarrow{ E }_{n}(\vec{r})$
$\overrightarrow{ E }(\vec{r})$$=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1}}{r_{ IP }^{2}} \hat{r}_{ IP }+\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{2}}{r_{2 P }^{2}} \hat{r}_{2 P }+\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{n}}{r_{n P }^{2}} \cdot \hat{r}_{n P }$
$=\frac{1}{4 \pi \epsilon_{0}} \sum \frac{n}{r_{i P}^{2}} \hat{r}_{ iP }$ જ્યાં $i =1,2, \ldots, n$
$\overrightarrow{ E }$ એ સદિશ રાશિ છે અને અવકાશમાં એક્થી બીજા બિંદુએ બદલાય છે અને તે સ્ત્રોત વિદ્યુતભારોના સ્થાનો પરથી નક્કી થાય છે.
બે પાતળી ધાતુની પ્લેટ પર સમાન અને વિરુધ્ધ સંજ્ઞા ધરાવતી વિજભાર ઘનતા $(\sigma = 26.4 \times 10^{-12}\,c/m^2)$ છે.બે પ્લેટ વચ્ચે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
$+10^{-8} \;C$ અને $-10^{-8}\; C$ મૂલ્યના બે બિંદુવત્ વિદ્યુતભારો અનુક્રમે $q_{1}$ અને $q_{2},$ એકબીજાથી $0.1 \,m$ અંતરે મૂકેલા છે. આકૃતિ માં દર્શાવેલ $A, B $ અને $C$ બિંદુઓએ વિધુતક્ષેત્ર ગણો.
આપેલ આકૃતિ માટે $A$ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની દિશા ......... હશે.
$\mathrm{n}$ વિદ્યુતભારોના તંત્રના વિદ્યુતક્ષેત્રનું સૂત્ર લખો.
વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.