ફેબેસી કુળનાં વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો.
$\Rightarrow$ આ કુળ શરૂઆતમાં પેપીલોનોઇડી તરીકે ઓળખાતું હતું. તે લેગ્યુમીનોઝી કુળનું ઉપકુળ કહેવાતું હતું.
$\Rightarrow$ વાનસ્પતિક લક્ષણો : મુખ્યત્વે વૃક્ષ, ક્ષુપ અને છોડ, મૂળચંડિકાઓ (Root Nodules) સાથેના મૂળ છે.
$\Rightarrow$ પ્રકાંડ : સીધું (Errect) કે વેલાસ્વરૂપ (Climbing - આરોહિત).
$\Rightarrow$ પર્ણ : પીંછાકાર, સંયુક્ત અથવા સાદા, એકાંતરિક, પર્ણતલ પર્ણવંતતલીય (Pulvinate). : ઉપપર્ણો, જાલાકાર શિરાવિન્યાસ.
$\Rightarrow$પુષ્પીય લક્ષણો :
$\Rightarrow$ પુષ્પવિન્યાસ : અપરિમિત
$\Rightarrow$ પુષ્પ : ક્રિલિંગી, અનિયમિત.
$\Rightarrow$ વજચક્ર : વજપત્રો પાંચ, યુક્તવજપત્રી (જોડાયેલ), આચ્છાદિત કલિકાન્તરવિન્યાસ
$\Rightarrow$ દલચક્ર : દલપત્રો પાંચ, મુક્ત દલપત્રી, પતંગિયાકાર, પશ્ચ ભાગે ધ્વજક, બે પાર્ષીય પક્ષકો, બે અગ્ર ભાગે જોડાઈને નૌતલ (પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા) પિચ્છફલકીય (પતંગિયાકાર) કલિકાન્તરવિન્યાસ.
$\Rightarrow$ પુંકેસરચક્ર : $10$ની સંખ્યામાં દ્વિગુચ્છી, બે ચક્રોમાં
$\Rightarrow$ સ્ત્રીકેસરચક્ર : બીજાશય ઉચ્ચસ્થ, એકસ્ત્રીકેસરી, એકકોટરીય કોટરમાં ઘણા અંડકો ધરાવતા, પરાગવાહિની એકલ.
$\Rightarrow$ ફળ : શિષ્મી; બીજ : એક કે ઘણાં, અભૃણપોષી
$\Rightarrow$ પુષ્પસૂત્ર : $\%, \oint^{\nearrow}, K _{(5)} C _{1+2+(2)} A _{(9)+1} \underline{ G }_{1}$
એકગુચ્છી લક્ષણ .........માં જોવા મળે છે.
કુળ - લીલીએસીમાં ફળનો પ્રકાર...
એટ્રોપા બેલાડોના કઈ કુળની એક મહત્ત્વની ઔષધીય વનસ્પતિ છે?
કયા કુળમાં ત્રાંસુ બીજાશય જોવા મળે છે?
ચર્તુદીર્ધી સ્થિતિ ..........માં જોવા મળે છે.