જો પદાર્થે કરેલું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે, તો તે પદાર્થ .....
અચળ વેગથી ગતિ કરતો હશે.
ઘટતા પ્રવેગ સાથે ગતિ કરતો હોય છે.
વધતાં પ્રવેગ સાથે ગતિ કરતો હશે.
અચળ પ્રવેગી ગતિ કરતો હશે.
વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે.
એક કણ $r$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર ....... હશે.
નીચે આપેલ આંકડાકીય માહિતી પરથી કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર $\to $ સમયનો આલેખ દોરો.
સમય $(s)$ | $0$ | $2$ | $4$ | $6$ | $8$ | $10$ | $12$ | $14$ | $16$ |
સ્થાનાંતર $(m)$ | $0$ | $2$ | $4$ | $4$ | $4$ | $6$ | $4$ | $2$ | $0$ |
આ આલેખનો ઉપયોગ કરીને પ્રથમ $4\, s$ માટે, ત્યાર બાદ $4\, s$ માટે અને અંતિમ $6 \,s$ માટે પદાર્થનો સરેરાશ વેગ જણાવો.
$5 \times 10^4\, ms^{-1}$ ના વેગથી ગતિમાન ઇલેક્ટ્રૉન, કોઈ સમાન વિધુતક્ષેત્રમાં પ્રવેશી, ગતિની દિશામાં $10^4\, ms^{-2}$ નો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે, તો
$(i)$ પદાર્થ તેના પ્રારંભિક વેગથી બમણો વેગ મેળવે તે માટેના સમયગાળાની ગણતરી કરો.
$(ii) $ આ સમય દરમિયાન ઇલેક્ટ્રૉન કેટલું અંતર કાપશે ?
ધારો કે, એક બાળક $10 \,ms^{-1}$ જેટલી અચળ ઝડપે ફરતા ચકડોળ (મેરી-ગો-રાઉન્ડ)નો આનંદ માણી રહ્યો છે જે સૂચવે છે કે બાળક ......