નીચે આપેલ આંકડાકીય માહિતી પરથી કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર $\to $ સમયનો આલેખ દોરો. 

સમય $(s)$ $0$ $2$ $4$ $6$ $8$ $10$ $12$ $14$ $16$
સ્થાનાંતર $(m)$ $0$ $2$ $4$ $4$ $4$ $6$ $4$ $2$ $0$
 

આ આલેખનો ઉપયોગ કરીને પ્રથમ $4\, s$ માટે, ત્યાર બાદ $4\, s$ માટે અને અંતિમ $6 \,s$ માટે પદાર્થનો સરેરાશ વેગ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રારંભિક $4s$ માટે સરેરાશ વેગ = સ્થાનાંતર / કુલ સમય

$\therefore v=\frac{4-0}{4-0}=\frac{4}{4}=1\, ms ^{-1}$

ત્યાર બાદની $4\,s$ માટે વેગ $v=\frac{4-4}{8-4}=\frac{0}{4}=0\, ms ^{-1}$

(આલેખ પરથી પણ કહી શકાય, $4\, s$. થી $8\, s$. દરમિયાન વેગ $v = 0$ છે.)

અંતિમ $6\, s$. માટે વેગ $v=\frac{0-6}{16-10}=-1\, ms ^{-1}$

1151-s21(a)

Similar Questions

એક મોટરસાઇકલ સવાર $30 \,kmh^{-1}$ ની નિયમિત ઝડપથી સ્થાન $A$ થી $B$ સુધી ગતિ કરે છે અને $20 \,kmh^{-1}$ ની ઝડપથી મોટર પોતાના સ્થાને પાછી ફરે છે, તો તેની સરેરાશ ઝડપ($km\, h^{-1}$ માં) શોધો. 

અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?

એક પદાર્થને પ્રારંભિક વેગ $‘u'$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો તે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ $h =$ ......

નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે : 

અચળ પ્રવેગી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે ચોથી $(4^{th})$ અને પાંચમી $(5^{th})$ સેકન્ડના અંતરાલ દરમિયાન કાપેલા અંતર માટે સંબંધ મેળવો.