મિથાઇલ ઍસિટેટનું મંદ $HCl$ ઉમેરીને જળવિભાજન કરતાં મળતા એસેટિક ઍસિડનું $NaOH$ ના દ્રાવણની સાથે અનુમાપન કર્યું. અલગ અલગ $(t)$ સમયે ઍસ્ટરની સાંદ્રતા $(c)$ નાં પરિણામો નીચે પ્રમાણે મળે છે.
સમય $(t)$ $min$ | $0$ | $30$ | $60$ | $90$ |
ઍસ્ટરની સાંદ્રતા $(C)$ | $0.850$ | $0.800$ | $0.754$ | $0.710$ |
ઉપરનાં પરિણામો ઉપરથી સમજાવે કે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે. પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા અચળ $54.2 \,mol\,L^{-1}$ રહે છે.
આ પ્રક્રિયાનો વેગ અચળાંક $k$ ગણો.
$k_{1}(30 s )=2.02 \times 10^{-3}\,min ^{-1}$
$k_{2}(60 s )=1.996 \times 10^{-3}\,min ^{-1}$
$k_{3}(90 s )=2.00 \times 10^{-3}\,min ^{-1}$
$k=2.0 \times 10^{-3}\,min ^{-1}$
$\left[ H _{2} O \right]$ ગણતરીમાં લેતા $k^{\prime}=3.689 \times 10^{-5}\, mol\,L\,L ^{-1}\,min ^{-1}$
નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :
$1.$ ચતુર્થ ક્રમ
$2.$ તૃતીય ક્રમ
દ્વિઆણ્વીય પ્રક્રિયા ગતિકીય રીતે પ્રથમક્રમની હોય તેની શરતો જણાવો.
પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ વિશે જણાવો.
પ્રક્રિયા $aA + bB\,\to $ નીપજો. આ પ્રક્રિયાનો વેગ $= k[A]^3\, [B]^0$ છે. જો $A$ ની સાંદ્રતા બમણી કરાય અને $B$ ની સાંદ્રતા અડધી કરાય તો વેગ કેટલો થશે ?
પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને $1\,M$ કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?