પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ વિશે જણાવો.
સંતુલિત પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની માહિતી પ્રક્રિયાના સંતુલિત સમીકરણથી મળતી નથી.
$(a)$ પ્રાથમિક પ્રક્રિયા : એક જ તબક્કામાં પૂરી થતી રસાયણિક પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે. પ્રાથમિક પ્રક્રિયાઓના ક્રમ અને આણ્વીયતા સમાન હોય છે.
$(b)$ જટિલ પ્રક્રિયાઓ : જે પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી (ક્રિયા વિધિના તબક્કા)માં પૂર્ણ થઈને નીપજ આપે છે. તેમને જટિલ પ્રક્રિયાઓ કહે છે. જે પ્રક્રિયાના સમીકરણમાં $3$ કરતાં વધારે પ્રક્રિયકોના (તત્ત્વયોગમિતિય) અણુઓ સમાવિષ્ટ હોય તે ઘણી જ જટિલ હોય છે.
જટિલ પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય છે. જટિલ પ્રક્રિયાનો ક્રમ તેના ભિન્ન તબક્કાઓમાંથી સૌથી ધીમા તબક્કા પ્રમાણે લેવાય છે. જટિલ પ્રક્રિયા માટે આણ્વીયતા અર્થવિહીન છે, કારણ કે ભિન્ન તબક્કામાં પ્રક્રિયા થતી હોય છે.
ઉદાહરણ : $(i)$ ઈથેનનું $CO _{2}$ અને $H _{2} O$ માં દહન : તે ભિન્ન તબક્કામાં આલ્કોહોલ, આલ્ડિહાઈડ અને એસિડ બનીને પૂર્ણ થાય છે. $(ii)$ પ્રતિવર્તી અને પાર્શ્વ પ્રક્રિયા કે જેમાં મુખ્યનીપજ ઉપરાંત ગૌણ (આડ) નીપજ બને છે.
જેમ કે ફિનોલનું નાઈટ્રેશન $o$-નાઈટ્રોફિનોલ તથા $p$-નાઈટ્રોફિનોલ તેમ બે નીપજો બનાવે છે.
નીચેના $x, y$ અને $z$ પદાર્થમાં આવતી પ્રક્રિયા માટે સમગ્ર $0.5$ હોય તો કયો દર નિયમ લાગુ પડશે?
પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?
પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયા જટિલ છે.
$2NO + Cl_2 \rightarrow 2NOCl $ પ્રક્રિયા માટે, નીચેની કાર્ય પદ્ધતિ સૂચવે છે. તો પ્રક્રિયા માટેનો દર નિયમ...... થશે. $NO + Cl_2 $ $\rightleftharpoons$ $ NOCl_2$ (ઝડપી); $NOCl_2 + NO \rightarrow 2NOCl$ (ધીમી)