(N/A) આપેલ પ્રકાશના કિરણના ધ્રુવીભવનની સ્થિતિ નક્કી કરવા માટે,તેના માર્ગમાં એક પોલેરોઇડ એવી રીતે મૂકો કે જેથી પ્રકાશ પોલેરોઇડની સપાટી પર લંબરૂપે આપાત થાય.
આપાત પ્રકાશના કિરણની દિશાને અક્ષ તરીકે લઈને પોલેરોઇડને ફેરવો અને તેમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતાનું અવલોકન કરો.
$1$. જો પોલેરોઇડના સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન બહાર આવતા પ્રકાશની તીવ્રતા અચળ રહે,તો તે પ્રકાશ અધ્રુવીભૂત છે.
$2$. જો પોલેરોઇડના સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન બહાર આવતા પ્રકાશની તીવ્રતા બે વાર શૂન્ય અને બે વાર મહત્તમ થાય,તો તે પ્રકાશ સમતલ ધ્રુવીભૂત છે.
$3$. જો પોલેરોઇડના સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન બહાર આવતા પ્રકાશની તીવ્રતા બે વાર મહત્તમ અને બે વાર ન્યૂનતમ (પરંતુ શૂન્ય નહીં) થાય,તો તે પ્રકાશ આંશિક સમતલ ધ્રુવીભૂત છે.