$-12^{\circ}\,C$ તાપમાને રહેલ $600\,g$ દળના બરફને $184\,kJ$ જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા $2223\,J\,kg ^{-1}\,C ^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $338\,kJ$ $kg ^{-}$ છે.
$A.$ તંત્રનું અંતિમ તાપમાન $0^{\circ}\,C$ હશે.
$B.$ તંત્રનું અંતિમ તાપમાન $0^{\circ}\,C$ કરતાં વધારે હશે.
$C.$ અંતિમ તંત્રમાં $5:1$ ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે.
$D.$ અંતિમ તંત્રમાં $1:5$ ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે.
$E.$ અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
ફક્ત $A$ અને $D$
ફક્ત $B$ અને $D$
ફક્ત $A$ અને $E$
ફક્ત $A$ અને $C$
બંધ પાત્રમાં $50\,g$ પાણી ભરેલ છે. $2\, minutes$ માં તેનું તાપમાન $30\,^oC$ થી ઘટીને $25\,^oC$ થાય છે. બીજા સમાન પાત્ર અને સમાન વાતાવરણમાં રહેલ $100\,g$ પ્રવાહીનું તાપમાન $30\,^oC$ થી $25\,^o C$ થવા માટે સમાન સમય લાગતો હોય તો પ્રવાહીની વિશિષ્ટ $kcal/kg$ માં કેટલી હશે? (પાત્રનું પાણી સમકક્ષ $30\,g$ થાય)
$5.0 \,kg$ દળના એક કોપરના ચોસલાને $500^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ ($kg$ માં) પીગળશે?
[કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : $0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}$ અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : $335\; J g ^{-1}$]
$- 20°C$ વાળા $40 \,g$ બરફનું $20° C$ પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનું મૂલ્ય .... . $J$ મળે.$L_{ice} = 0.336 \times 10^6 J/kg,$ બરફની વિશિષ્ટ ઉષ્મા $2100 J/ kg$ , પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$
$1g$ પાણીનું તાપમાન $1°C$ વધારવા માટે જરૂરી ઉષ્માને કેલરી તરીકે દર્શાવવામાં આવે છે,તો તેમાં કઈ પરિસ્થિતિ હોવી જોઈએ ?
$0.1 \,kg$ દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને $500\,{}^oC$ સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને $0.5\, kg$ પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા $800 \,JK^{-1}$ છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન $30\,{}^oC$ હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ $\%$ હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે $4200\, Jkg^{-1}K^{-1}$ અને $400\, Jkg^{-1}K^{-1}$ છે.)