ખાદ્યપદાર્થના ડબા પર ટીનનું સ્તર લાગે છે નહિ કે ઝિંકનું, કારણ કે
ઝિક ટીન કરતા મોંઘી છે.
ઝિંક ટીન કરતાં ઊચું ગલનબિંદુ ધરાવે છે.
ઝિક ટીન કરતાં વધુ સક્રિય છે.
ઝિંક ટીન કરતાં ઓછી સક્રિય છે.
કારણ આપો : કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે.
તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.
$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?
$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.
નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?
કારણ આપો કે કૉપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.
$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.
$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.
$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?