આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો.
$(i)$ વરાળ સાથે લોખંડ
$(ii)$ પાણી સાથે કૅલ્શિયમ અને પોટેશિયમ
તમે ચોક્કસપણે નિસ્તેજ (ઝાંખા) તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતાં જોયાં છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો. શુદ્ધ કરવા માટે અસરકારક છે ?
એવી ધાતુનું ઉદાહરણ આપો :
$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.
$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.
$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.
$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.
ટિપાઉપણું અને તણાવપણું- નો અર્થ સમજાવો.
કારણ આપો : સોડિયમ, પોટૅશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે.