$1.2\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ $150\,ms^{-1}$ અને $100\,ms^{-1}$ છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ $Nm^{-2}$ હશે?
પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે $70 \mathrm{~ms}^{-1}$ અને $65 \mathrm{~ms}^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 $\mathrm{m}^2$ હોય તો પાંખની લીફટ __ $N$ છે.
(હવાની ધનતા = $1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ આપેલ છે)
વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.
તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)
જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય છે ? તે જણાવો ?