ચુંબકીયક્ષેત્રમાં વિધુતભાર પર લાગતાં બળની લાક્ષણિકતાઓ જણાવો .

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ માં $\vec{v}$ વેગથી ગતિ કરતાં $q$ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ નીચે પ્રમાણે આપી શકાય છે.

$\overrightarrow{ F }_{ m }=q(\vec{v} \times \overrightarrow{ B })$

$\therefore F _{ m }=q v B \sin \theta$ જ્યાં $\theta$ એ $\vec{v}$ અને $\overrightarrow{ B }$ વચ્ચેનો ખૂણો છે.

લાક્ષણિક્તાઓ :

$(i)$ ચુંબકીય બળ એ $q, v$ અને $B$ (વિદ્યુતભાર, વેગ અને ચુંબકીયક્ષેત્ર) પર આધાર રાખે છે.

ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ,ધન વિદ્યુતભાર પર લાગતાં બળ ની વિરુદ્ધ છે તેથી$\overrightarrow{ F _{ m }}=q(\overrightarrow{ B } \times \vec{v})$ લખાય.

$(ii)$ $F _{ m }=q v B \sin \theta$ અથવા $\overrightarrow{ F _{ m }}=q(\vec{v} \times \overrightarrow{ B })$ અથવા $\left|\overrightarrow{ F _{ m }}\right|=q v B \sin \theta$ એ વેગ $(\vec{v})$ અને $(\overrightarrow{ B })$ ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર  છે તેથી જો $\theta=0^{\circ}$ અથવા $\theta=180^{\circ}$ હોય તો,

સદિશ ગુણાકાર છે તેથી જો $\theta=0^{\circ}$ અથવા $\theta=180^{\circ}$ હોય તો,

$F _{ m }=q v B \sin 0^{\circ}=0$અથવા

$F _{ m }=q v B \sin 180^{\circ}=0$

ચુંબકીય બળ, વેગ અને ચુંબકીયક્ષેત્ર એમ બંનેને લંબરૂપે લાગે છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે છે જે આકૃતિ $(a)$ અને આકૃતિ $(b)$ માં દર્શાવેલ છે.

આકૃતિ $(a)$ ધન વિદ્યુતભાર માટેની અને આકૃતિ $(b)$ એ ઋણ વિદ્યુતભાર માટેની છે.

$(iii)$ જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો $v=0$ થાય.

$\therefore$ ચુંબકીય બળ $F _{ m }=q v B \sin \theta$ માં $v=0$ લેતાં,

$\therefore F_{m}=0$ મળે.

આમ, ગતિમાન વિદ્યુતભારો જ યુંબકીયક્ષેત્રમાં બળ અનુભવે છે પણ સ્થિર વિદ્યુતભારો પર બળ લાગતું નથી.

Similar Questions

એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો $r_{d}$ અને $r_{p}$ અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો $\frac{r_{d}}{r_{p}}$ ગુણોત્તર $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય ......... થશે.

  • [JEE MAIN 2022]

$1\,\mu C$ વિધુતભારિત કણ $(2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .$ ના વેગથી $(5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T$ ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ $\overline{ F } \times 10^{-9} N$. હોય તો  $\overrightarrow{ F }$ 

  • [JEE MAIN 2020]

$m$ દળ અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ $B$ સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની આવૃતિ કેટલી થાય?

  • [AIPMT 2001]

પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા  $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર  $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે 

  • [JEE MAIN 2021]

બે પ્રોટોન એકબીજાને સમાંતર $v=4.5 \times 10^{5} \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તેમની વચ્ચે લાગતા વિદ્યુત અને ચુંબકીય બળનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2019]