આકૃતિમાં દર્શાવેલા દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો :
$(a)$ આકૃતિ $(i)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=x$ $(iv)$ $y=2 x+1$
$(b)$ આકૃતિ $(ii)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=2x+4$ $(iv)$ $y=x-4$
$(c)$ આકૃતિ $(iii)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=2x+1$ $(iv)$ $y=2 x-4$
$(a)$ આકૃતિ $(i)$ માં રેખા પર બિંદુઓ $(-1,-2),\,(0,0),\,(1,2)$ આવેલા છે. ચકાસતાં જાણવા મળે કે $y= 2x $ સમીકરણ આ આલેખ સાથે સંગત છે. તમે જોઈ શકો છો કે દરેક કિસ્સામાં $y-$ યામની કિંમત $x-$ યામની કિંમત કરતાં બમણી થાય છે.
$(b)$ આકૃતિ $(ii)$ માં રેખા પરના બિંદુઓ $(-2,0)$, $(0,4)$, $(1,6)$ છે. તમે જાણો છો કે આલેખ(રેખા) પરના બિંદુઓના યામ સમીકરણ $y = 2x + 4$ નું સમાધાન કરે છે. આથી $y = 2x + 4$ એ આકૃતિ $(ii) $ ના આલેખને અનુરૂપ સમીકરણ છે.
$(c)$ આકૃતિ $(iii)$ માં રેખા પરના બિંદુઓ $(-1, 6)$, $(0, -4)$, $(1, -2) $, $(2, 0)$ છે. જે ચકાસતાં તમે જોઈ શકો છો કે સમીકરણ $y = 2x-4$ આપેલા આલેખ(રેખા)ને અનુરૂપ છે.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x=4 y$
$x + y = 7$ નો આલેખ દોરો.
''નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી(બે ગણી) છે'' આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
(નોટબુકની કિંમત $\rm {Rs.}$ $x$ તથા પેનની કિંમત $\rm {Rs.}$ $y$ લો).
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(\sqrt{2},\, 4 \sqrt{2})$
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $\pi x+y=9$