ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ $25.0\; \mathrm{cm}$ અને $1\; \mathrm{s}$ લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા $40$ અવલોકન માટેનો સમય $50\; s$ મળે છે. તો $g$ ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... $\%$ હશે.
જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?
જો $a, b, c$ ના પરિમાણમાં જો $A, B$ અને $C$ એ પ્રતિશત ત્રુટિ હોય તો $ABC$ ની અંદાજીત ત્રુટિ કેટલી હશે ?
જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી $0.1 \%$ હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી......
પેકેટમાં $20.23 \,g \pm 0.01 \,g$ નો ચાંદીનો પાવડર છે. $5.75 \,g \pm 0.01 \,g$ દળનો કેટલો પાવડર તેમાંથી લેવામાં આવે છે. બાકી બચેલા પાવડરનું દળ .......... હશે?