બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડીને તેના પર $m$ દળ લટકાવેલ છે. સ્પ્રિંગના બળ અચળાંક $K_1$ અને $K_2$ છે. લટકાવેલ દળનો આવર્તકાળ કેટલો થશે?
બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ લીસા ઢાળ પર સરખી સ્પ્રિંગોથી કોઈ દળ ગોઠવેલું હોય તો આ દોલન કરતા તંત્રનો આવર્તકાળ કેટલો થશે ?
સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના દળ પર તેના દોલનનો આવર્તકાળ કેવી રીતે આધાર રાખે છે ?
આકૃતિ $-1$ માં દર્શાવ્યા પ્રમાણે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે $M$ દળનો પદાર્થ જોડેલો છે.અને આકૃતિ $-2$ સ્પ્રિંગમાંશ્રેણીમાં જોડેલ છે. જો તેમના આવર્તકાળનો ગુણોત્તર $\frac{ T _{ b }}{ T _{ a }}=\sqrt{ x }$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.