આકૃતિમાં ત્રણ બિંદવત્ વિધુતભારો $\mathrm{A, B}$ અને $\mathrm{C}$ ની વિધુતક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(a)$ કયો વિધુતભાર ધન છે ?
$(b)$ કયા વિધુતભારનું મૂલ્ય સૌથી વધુ છે ? શાથી ?
$(c)$ આકૃતિ પરથી કયાં વિસ્તાર કે વિસ્તારોમાં વિધુતક્ષેત્ર શૂન્ય છે ? તમારા જવાબને સમર્થન આપો.
$(i)$ આકૃતિ પરથી $A$ અને $C$ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે. તેથી $A$ અને $C$ પર ધન વિદ્યુતભાર જ હોય.
$(ii)$ આકૃતિ પરથી $C$ વિદ્યુતભારમાં બહાર નીકળતી ક્ષેત્રરેખાઓ મહત્તમ છે. તેથી $C$ વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે.
$(iii)$ સજાતીય વિદ્યુતભારો વચ્ચેના જે બિંદુએ સ્થિત વિદ્યુતબળ શૂન્ય હોય તે બિદુને તટસ્થ બિંદુ કહે છે. તેથી તટસ્થ બિદુનું સ્થાન ફક્ત $A$ અને $C$ ની વચ્ચે હોય.
તટસ્થ બિદુના સ્થાનનો આધાર વિદ્યુતભારો પર લાગતાં બળો પર છે. અહિં $C$ પરનો વિદ્યુતભાર $A$ પરના વિદ્યુતભાર કરતાં વધારે હોવાથી તટસ્થ બિદ્રું સ્થાન $A$ ની નજીક હોય.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $10 \,cm$ બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $5 \,cm$ અંતરે $+10\; \mu\, C$ બિંદુવતુ વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફલક્સનું મૂલ્ય કેટલું હશે? (સૂચન ચોરસને $10\, cm$ ની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો.)
બંધ સપાટીમાંથી બહાર આવતી વિદ્યુત બળરેખાઓની સંખ્યા $1000$ છે. તો સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર ............. $C$ છે.
આકૃતિમાં વિદ્યુતક્ષેત્રના ઘટકો $E_{x}=\alpha x^{1 / 2}, E_{y}=E_{z}=0$ છે. જ્યાં, $\alpha=800 \;N / C\, m ^{1 / 2} .$ $(a)$ ઘનમાંથી ફ્લક્સ અને $(b)$ ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. $a=0.1 \;m$ ધારો.
સમઘનના કેન્દ્ર પર $Q\;\mu C$ વિદ્યુતભાર મૂકેલો છે. તો સમઘનના કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?
$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર લો કે જેની અક્ષો વિદ્યુતક્ષેત્ર ને સમાંતર હોય નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.